દાહોદ જિલ્લાના ફતેપુરા – ઘુઘસ રોડ ઉપર ગટર લાઈનની ચેમ્બર ઉપરનું ઢાંકણ ચેમ્બરમાં પડી જતા કોઈ મોટી હોનારત થવાની શક્યઓ : તંત્ર ઘોર નિંદ્રામાં

0
123

 PRAVIN KALAL – FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાથી ઝાલોદ ચોકડીના ઘુઘસ રોડ ઉપર વળતા ગટરનું ઢાકણ અંદર ઘસી ગયેલ છે કોઈ જાનહાનિ સર્જાય તેવી 100% શક્યતાઓ છે. ફતેપુરાના ઘુઘસ રોડ ટર્નિંગમાં બનાવેલી ગટરના ચેમ્બરમાં ચેમ્બર અને ઢાંકણ સાથે અંદર પડી ગયેલ છે અને કોઈ મોટી હોનારત કે જાનહાની સર્જાય તેવી શક્યતા છે. એક બે બાઈક વાળા પણ તેમાં ફસાયા હતા અને રોડ ઉપર પાણી પણ ચાલે છે. જેથી ખબર પડે તેમ નથી કે અહીંયા ખાડો છે. અને બાળકો અંદર પડી જાય તો જીવ ગુમાવવાનો વારો આવે તેવી શક્યતાઓ છે. કારણકે ગટર 10 ફૂટથી વધુની ઊંડાઈમાં છે. જેથી તંત્ર આ બાબતે રસ લઈ તાત્કાલિક કાર્યવાહી કરે એવી માંગ છે કે પછી કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવાઇ રહી છે. લોકલ સત્તાધીશોને કેમ પડેલી નથી? તે એક વિચારવા જેવી બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here