દાહોદ જિલ્લાના ફતેપુરા ડુંગર ગામના જંગલમાંથી મળી આવી લાશ

0
443

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર ગામના મરણ જનાર અમૃત કલા પારગી તા.૧૧/૦૪/૨૦૨૦ના રોજ સાંજના કરીયાણાની દુકાને સામાન લેવા ગયેલા અને તેઓ ઘરે ન આવતા તેના ઘરવાળાએ શોધખોળ કરેલી પણ તેનો કોઈ જાણકારી મળેલ ન હતી. સગા વહાલાને ત્યાં પણ તપાસ કરી પણ પરંતુ તે  મળી આવેલ ન હતા. ગત રાત્રી તા22/4૦૪/૨૦૨૦ ને બુધવારના રોજ અમારા ગામના સરપંચે અમોને જણાવેલ કે જગલમાં કોઈકની લાસ પડેલી છે. તેમ સરપંચ ઉપર જગાનો ફોન આવેલો અને સરપંચને ફોરેસ્ટ વાળાએ જાણ કરી હતી. જેથી સરપંચે કહેલું કે ચાલો આપણે જોવા જઈએ એટલે અમો ગામના માણસો સરપંચ અને ફોરેસ્ટ વાળા જંગલમાં જોવા માટે ગયેલા તો જોતા કમલેશ કલા પારગી અને ગામના માણસોએ જણાવેલ કે આતો અમૃત હોય તેમ લાગે છે. જેથી પોલીસને જાણ કરવી પડશે, એટલે ગામના સરપંચ અને ગામના માણસો આવી પોલીસને જાણ કરેલ અને કમલેશ કલા પરગીએ પોલીસ ફરિયાદ લખાવી કે મારા ભાઈની લાસ જગલમાંથી મળી આવી તો તેના મરણનું ચોક્ક્સ કારણ જાણવા કાયદેસરની તપાસ થાય અને કારણ જાણી શકાય તેવી મારી ફરિયાદ છે તેથી ફતેપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here