દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડીમાં રહેતી એક મહિલા પાસે રૂપિયાની માંગણી બાબતે બળાત્કાર ગુજારી બીભત્સ ફોટા વાયરલ કરવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ.
ફતેપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ ગુના મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડી ગામે રહેતા શિવમ લાલસીંગ બરજોડ પાસેથી ફરિયાદી એક મહિલાએ ₹.૧૨,૦૦૦/- (બાર હજાર રૂપિયા) ઉછીના લીધેલ હતા. તે રૂપિયા સમયસર માહિલા દ્વારા ચૂકવી ન શકાયા, જેથી શિવમ બરજોડ દ્વારા તે મહિલાને વારંવાર ટોર્ચર કરતો હતો, ત્યારે શિવમ બરજોડ તા.૨૮/૦૬/૦૨૦૨૦ ના રોજ તે મહિલાના ઘરે ગયેલો ત્યારે તે મહિલાના પતિ બહાર દુકાનમાં હતા અને ઘરમાં કોઈ હતું નહીં આ તકનો લાભ લઇ શિવમ બરજોડે તે મહિલા સાથે રૂપિયા બાબતે બોલાચાલી કરી તેની સાથે ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય કરી બળાત્કાર ગુજારી અને તેના બીભત્સ ફોટા અને વિડીયો પણ ઉતારેલ અને કહેલ કે એક અઠવાડિયામાં મારા રૂપિયા નહીં આપે તો તારા ફોટા અને વીડિયો બંને વોટ્સઅપમાં વાઈરલ કરી દઈશ. આ બાબતે ઘર ની આબરૂ જશે તેમ કરી ને મેં મારા પતિને પણ જાણ કરેલ ન હતી. ત્યારે તા.૦૬/૦૮/૨૦૨૦ ના રોજ મહિલાના પતિએ તે મહિલાને કહેલ કે તારા બીભત્સ ફોટા અને વિડિયો વોટ્સઅપ માં ફરતા થાય છે તેવું જણાવતા મારા પતિને આ સમગ્ર બાબતની જાણ કરતા હું અને મારા પતિ બંને શિવમ લાલસીંગ બરજોડ વિરીદ્ધ પોલીસ ફરિયાદ આપેલ અને પોલીસે શિવમ લાલસિંગ બરજોડ વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી કરેલ છે.
