દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના છાલોર ગામના તેરસિંગ ચુનિયા કટારાનાઓએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે તેઓની સગીર પુત્રી ઉ.વ. ૧૫ વર્ષ અને ૨ માસ ની છે. અને તેને તેજ ગામનો ગોવિંદ મીઠાભાઈ પારગીનાઓએ મારી સગીર પુત્રીને પત્ની તરીકે રાખવા માટે લલચાવી અને ફોસલાવી પટાવીને અમારા વાલીપણા માંથી અપહરણ કરી ગયેલ છે.
વધુ માહિતી મુજબ મારી સગીર પુત્રી હાલમાં ધો. ૭ માં અભ્યાસ કરે છે. અને તે તા.૧૦/૦૯/૨૦૨૦ ને ગુરુવારના રોજ નિત્ય ક્રમ પ્રમાણે સવારના અંદાજે ૦૮:૦૦ વાગ્યાની આસપાસ કુદરતી હાજતે ગઈ હતી અને મોડા સુધી ઘરે પરત ન આવતા અમોએ આજુબાજુ આસપડોશમાં તપાસ કરતા તેનો પત્તો મળેલ ન હતો. અને આ બાબતે અમારા ગામનો છોકરો ગોવિંદ મીઠભાઈ પારગી આ પહેલા આજુબાજુ આંટા ફેરા મારતો હોય તેના ઉપર શક હતો. જેથી તેના ઘરે તેની તપાસ કરતાં તે ઘરે હાજર ન હતો અને તેઓનું ઘર પણ બંધ હતું. આજુબાજુમાં રહેતા માણસોની હકીકત જાણવા મળેલ છે કે તમારી છોકરીને ગોવિંદ પત્ની તરીકે રાખવા સારું લઇ ગયેલ છે. જેથી આ ગોવિંદ મીઠાભાઈ પારગી રહે. છાલોર નાઓ મારી સગીરા છોકરીને મારા ઘરેથી (વાલીપણાં) માંથી લઈ જઈ પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ગયેલ છે. તો તે બાબતે કાયદેસરની ફરીયાદ અને તપાસ થવા મારી ફરિયાદ છે. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.