દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામના સરપંચ ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ

0
842

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામના સરપંચ લખીબેન રામાભાઈ પારગીનો વિરોધ થતા અવિશ્વાસનો પ્રસ્તાવ ૬ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સભ્યોને રજૂઆતમાં મુદ્દા નીચે પ્રમાણે હતા :

  • સભ્યોને વિશ્વાસમાં લીધા વગર સરપંચ વહીવટ કરે છે.
  • પંચાયતનો વહીવટ તેમના પતિ કરે છે.
  • વિકાસના કામોમાં ગેરરીતિ કરે છે.

આવા મુદ્દાઓ સાથે ગ્રામ પંચાયત પાટવેલના સરપંચ ઉપર ૬ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી અને અવિશ્વાસ નો પ્રસ્તાવ રજૂ કરી નોટિસ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા અને તલાટી કમ મંત્રીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે. જે તાલુકા પંચાયતમા આવેલ નોટિસ આધારિત સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here