દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે ₹.૨ કરોડના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા

0
457

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની ગ્રામપંચાયતોના નવિન ભવનો, APMC ની દુકાનો, કોમપલેક્ષ સહિત બિલ્ડીંગની લોકાર્પણ વિધી હાથ ધરાઇ. કાર્યક્રમને લઇને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.ફતેપુરા તાલુકાના કથાગર, કંકાસીયા, વાવડી પૂવઁ ગામે નવિન બનેલ ગ્રામપંચાયતો અને ફતેપુરા સુખસર ખાતે તૈયાર થયેલ APMC ની દુકાનો, કોમપલેક્ષ, નવિન બનેલ ચેરમેનની ઓફિસ  કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી આ પ્રસંગે ઠેર ઠેર લોકો દ્વારા ઢોલ નગારા સાથે ફુલહાર પહેરાવી સાલ ઓઢાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકાના કંથાગર, કંકાસીયા, વાવડી પૂવઁ ગામે ₹.45 લાખના ખચઁ તૈયાર થયેલ ગ્રામપંચાયત ભવનો, ફતેપુરાસુખસર મુકામે તૈયાર થયેલ APMC ની દુકાનો કોમ્પલેક્ષ સહિત ચેરમેનની નવિન ઓફીસ  ના કામો તેમજ નવિન રસ્તા માટે ભુમિપૂજન હાથ ધરી ₹.૨ કરોડના લોકાર્પણ, ભુમિપૂજનના કર્યો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટાર, યોગેશભાઈ પારગી, શંકરભાઈ આમલીયાર, ચેરમેન બાબુભાઈ પારગી, ડૉ અશ્વિનભાઇ પારગી, રીતેશભાઇ પટેલ, ચુનીલાલભાઇ ચરપોટ, રમેશભાઈ ટી કટારા, ખેડૂત નેતા કાંતીભાઇ, પારસીગભાઇ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો સહિત લોકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાયઁકમ ને સંબોધી કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે પોતાના દ્વારા કરેલ વિકાસ ફતેપુરા તાલુકા સહિત જીલ્લા નો સઁવાગી વિકાસ કરવા માટે કટીબધ્ધ હોવાની વાત કરી ફરી એક વાર દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને ચુંટી લાવવા લોકોને આહ્વાન કયુઁ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here