દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલાની કમલ વિદ્યાલયમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

0
203

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલાની કમલ વિદ્યાલય માં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આજે તા.૧૫/૦૮/૨૦૧૯ ને ગુરુવારના રોજ ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વના દિવસે કમલ વિદ્યાલય, ભોજેલામાં આચાર્ય તેમજ શિક્ષક ગણ અને બાળકો સર્વે એક રક્ષાબંધન નિમિત્તે રક્ષાબંધન ઉજવણી નો કાર્યક્રમ કર્યો હતો. તેમાં છોકરીઓએ છોકરાઓને તિલક અને રક્ષાબંધન બાંધી ભાઈ તરીકે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સર્વે બાળકોએ સામસામી ભાઈ બહેનો રાખડી બાંધી અનેરો ઉત્સવ મનાવ્યો હતો. તેમાં બહેનો દ્વારા ભાઈઓના મો મીઠા કરાવ્યા હતા અને સર્વે એ રક્ષાબંધન પર્વ નિમિત્તે આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here