ફતેપુરાના નવાગામના સવિતાબેન ચંપાભાઈ પારગીનાઓના પતિ કુવા ઉપર નાહવા ગયેલ હતા. સવિતાબેન અને તેમની છોકરી આરતી ઘરકામ કરી ખેતરમાં ઘાસ કાપવા માટે ગયેલ હતા ત્યારે ઘરે પાછા આવી તપાસ કરતા સવિતાબેનના પતિ ઘરે ન હોવાથી કલાક ઉપર થઈ ગયેલ હોવાથી કુવા ઉપર તપાસ કરવા ગયેલી તે વખતે પતિના કપડા ચંપલ કુવા ઉપર પડેલા હતા અને તેઓના પતિ જોવા મળતા ન હતા તેથી બૂમાબૂમ કરેલ જે સાંભળી આજુબાજુના ફળિયાના ગામના માણસો આવેલા અને તેઓએ કૂવામાં તપાસ કરતાં સવિતાબેનના પતિની લાશ કૂવામાં જોવા મળેલી કુવો પાણીથી ભરેલો હોય પાણીના મશીનો મંગાવી પાણી બહાર કાઢેલ અને સવિતાબેનના પતિની લાશ આજુબાજુના માણસોએ કુવામાંથી બહાર કાઢી હતી. આમ કુવામાં પડી જતા ડૂબી જઈ તેઓના પતિનું મોત થયેલ છે. તેઓની લાશ સરકારી દવાખાને લાવેલા અને સવિતાબેન અને તેઓના જમાઈ આ જાહેરાતની ખબર આપવા ફતેપુરા પોલીસ સ્ટેશનને જાહેરાત આપેલ છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
