ફતેપુરાથી નવાગામ થઈ વરેઠ રાજસ્થાન ને જોડતો રોડ નો ફતેપુરાથી નીકળતા પાંચેક કિલોમીટર આગળ વરસાદના કારણે પુલ તૂટી જવાથી આનંદપુરી જવાનો સીધો રસ્તો બંધ થઈ ગયો છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે પાંચ-છ દિવસ અગાઉ આ પુલ તૂટી ગયેલો છે અને બાઈક સવારોને પણ નીકળવામાં મુશ્કેલી પડે છે આજુબાજુ વિસ્તારના બાળકોને સ્કૂલમાં આવવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કોઈ વાહન વ્યવહાર ન ચાલતા પગદંડીથી તેઓને સ્કૂલે આવવું પડે છે તંત્ર આ બાબતે ધ્યાન દોરી કાર્યવાહી કરી રસ્તો ચાલુ કરાવે એવી આજુબાજુના રહીશો અને ગ્રામજનોની માગ છે અને એનાથી થોડે આગળ નવાગામ મા સરકારી અનાજ ની દુકાન આવેલી છે પરંતુ આ પુલ તૂટી જવાથી ત્યાં માલ લઈ જવામાં ત્યાંના વેપારીને મુશ્કેલી પડતા માલ નવાગામમાં પહોંચતો નથી અને બીજી જગ્યાએ વિતરણ કરવો પડે છે જેથી આજુબાજુના રહીશોને સરકારી અને રાહતનો માલ લેવા માટે ધક્કા ખાવા પડે છે.
