દાહોદ જિલ્લાના ફતેપુરાથી ડિલિવરી કરાવી પરત ચાલતા જતા પરિવારને P.S.I. બરંડાએ પોલીસની સરકારી ગાડીમાં બેસાડી પોતાના ઘરે પરત પહોંચાડતા કર્યું ઉમદા કાર્ય

0
900

દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુુકાના મુખ્ય મથક ફતેપુરા નજીક આવેલ સલારા ગામના એક પરિવારમાં એક મહિલાની ડિલિવરી માટે ફતેપુરાના વરદાન હોસ્પિટલ માં લઈને આવેલ ત્યારબાદ ડિલિવરી થઈ ગયા પછી ફતેપુરા થી સલારા જતા કોઈ પણ વ્હિકલ ન મળતા તેઓ ફતેપુરથી સલારા પોતાના ઘરે જવા ચાલતા જ નીકળ્યા હતા. તેવામાં ઝાલોદ ચોકડી પાસે P.S.I. બરંડા તેઓની સરકારી ગાડી સાથે ફરજ બજાવતા રાઉન્ડ ઉપર હતા, ત્યારે આ ચાલતા જનારાઓની પુછપરછ કરતા માહિતી મળેલ અને તે જાણી P.S.I. બરંડાએ સલામતી સાથે તેઓનેે તેમના ઘરે પોતાની સરકારી ગાડીમાં મુકવા ગયા હતા. ફતેપુરા પોલીસની આ સરાહનીય કમગીરી બદલ ગામ લોકો દ્વારા પોલીસને ઉમદા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here