આજે તા.૨૫/૧૦/૨૦૨૦ ને રવિવારના રોજ નવરાત્રીનો દસમો દિવસ એટલે વિજયાદશમી. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણને મારી લંકા ઉપર વિજય મેળવ્યો હતો. તે નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ પવિત્ર તહેવાર નિમિત્તે દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શસ્ત્રો તેેેમજ હથિયારોની પૂજા અર્ચના કરવામાં આવે છે.
દશેરાના તહેવાર અન્વયે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્રો અને હથિયારોની સાફ-સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ આ શસ્ત્રો અને હથિયારોની ચંદુભાઈ અને રાજભાને બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરાવવામાં આવી હતી.