દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુુકા મુખ્ય મથક ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં આજે તા.૦૭/૧૧/૨૦૧૯ ને ગુરુવારના રોજ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તેમાં ફતેપુરા મામલતદારના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરાયું હતું. તેમાં નાયબ મામલતદાર, પી.એસ.આઇ. હાર્દિક દેસાઈ, ગામના અગ્રણીઓમાં ડોક્ટર અશ્વિનભાઈ, પંકજભાઈ પંચાલ, સરપંચ, ડેપ્યુટી સરપંચ અને લઘુમતી પંચના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહત્વની બાબત એ છે કે અયોધ્યાના રામ મંદિર ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણયના અનુસંધાન માં કોઈ અનિશ્ચિત બનાવો ન બને અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે બાબતોને લઈને મામલતદાર તેમજ પી.એસ.આઇ. દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઇ પણ જાતના બેનરો કે ખોટા પ્રત્યાઘાતો ન પડે અને તે વિષયની ખોટી ચર્ચાઓ કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ ખોટી પોસ્ટો ન મુકવા જણાવવા માં આવ્યુ હતું.
