દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસને પ્રોહી એક્ટ હેઠળ ભારતીય બનાવટની વિદેશી દારૂ ₹.૯૨૧૬૯/- સહિત ₹.૩,૯૨,૬૬૯/- નો મુદ્દામાલ પકડવામાં મળેલ સફળતા

0
148

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસને આજે તા.૦૩/૦૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ બાતમી મળેલ કે રાજસ્થાનના મોના ડુંગર બાજુથી એક સફેદ કલરની હુંડાઈ એસેન્ટ ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારીની હેરફેર કરવામાં આવવાની છે તે બાબતની વોચમાં ફતેપુરા પોલીસ ઇટા બારા ગામની સીમમાં વોચ રાખીને બેઠા હતા. તેવામાં એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી આવતા દેખાતા તે ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડીના ડ્રાઇવરે ગાડી ન રોકી તેજ ગતિએ હંકારી અને આગળ એક ખેતરમાં રોકી ડ્રાઇવર નાસી ગયેલ અને આગળ ખેતરમાંથી ગાડી પકડતા આ કામના આરોપીઓ (૧) દીપકભાઈ શિવાજીભાઈ જાતે ઓડ રહે. અમદાવાદ ઓઢવ રિંગ રોડ, સાંઈ પેલેસના પાછળ તા. જી. અમદાવાદ, (૨) દશરથસિંહ જાતે ટાંક, ઠેકાવાળો રહે. મોના ડુંગર, રાજસ્થાન (૩) ડ્રાઇવર જેના નામ ઠામ ખબર નથી. આ ત્રણેય વ્યક્તિ વિરુદ્ધ પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટા હેઠળની સફેદ કલરની હુંડાઈ એસેન્ટ જેનો નંબર GJ.01 HK.1389 ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ મેકડોનાલ્ડ નં. ૧ થી એક્સ રમ ૭૫૦ મીલીની બોટલ નંગ – ૬૯, ઓફિસર ચોઇસ ૭૫૦ મીલીની બોટલ નંગ – ૧૦૫, ઓફિસર ચોઇસ ૧૮૦ મીલીની બોટલ નંગ – ૯૬, ટ્રુ બર્ગ સુપરસ્ટ્રોંગ બિયર ૬૫૦ મીલીની બોટલ નંગ – ૧૨ મળી કુલ નાની મોટી કંપનીની સીલબંધ બોટલ નંગ – ૨૮૨ કુલ કિંમત ₹. ૯૨,૧૬૯/- ની ગાડી નં. GJ.01 HK.1389 કિં. ₹. ૩,૦૦,૦૦૦ તથા નોકિયા કંપનીનો મોબાઈલ કિં. ₹.૫૦૦/- મળી કુલ કિં. ₹.૩,૯૨,૬૬૯/- ના મુદ્દામાલ સાથે ફતેપુરા પોલીસે પકડી પાડી ફતેપુરા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧, ૮૨૦, ૦૧૧, ૨૦૦૦૦૩, પ્રોહી એક્ટ કલમ ૬૫ ઈ, ૯૮(૨), ૮૧ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here