દાહોદ જિલ્લાના ફતેપુરા મામલતદાર કચેરીમાં ૭/૧૨ અને ૮-અ ની નકલો મેળવવા માટે વધારાના કાઉન્ટરની કરવામાં આવી શરૂઆત

0
185

 PRAVIN KALAL –– FATEPURA 

 

  • અરજદારોની ભારે ભીડને ધ્યાનમાં લઈને ફતેપુરા મામલતદાર દ્વારા લેવાયેલ આગવું પગલુ.
  • નકલો મેળવવા માટે અરજદારોને પડતી મુશ્કેલીમાંથી રાહત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં ૭/૧૨ ની નકલ અને ૮ – અ ના ઉતારા મેળવવા માટે સવારના ૦૭:૦૦ કલાકથી જ અરજદારો ની લાંબી લાંબી લાઇનો લાગી જતી હતી અને અફરા તફરીનો માહોલ ઊભો થઈ જતો હતો. તાજેતરમાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતા ઉચ્ચ અભ્યાસ કરવા માટે જાતિના દાખલા અને આવકના દાખલા મેળવવા માટે ૭/૧૨ ની નકલ અને ૮ – અ નો ઉતારો તેમજ હક્ક પત્રક નમૂના પત્રક નંબર – ૬ નું જોડાણ કરવું પડતું હોઈ દાખલા મેળવવા માટે અને નકલો મેળવવા માટે સવારથી લાંબી લાંબી લાઇનો લાગી જતી હતી. નકલો મેળવવા તેમજ વિવિધ પ્રકારના દાખલા મેળવવા માટે એક જ કાઉન્ટર હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

ફતેપુરા તાલુકામાં ૯૬ ગામડાનો સમાવેશ થાય છે અને દૂર દૂરના ગામડાઓમાંથી સવારથી જ અરજદારો ઉભરી પડતા હોય છે અને અરજદારોની પડતી મુશ્કેલીઓ મામલતદાર કચેરીને ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે ૭/૧૨ ની નકલ અને ૮ – અ ના ઉતારા મેળવવા માટે તેમજ વિવિધ પ્રકારના દાખલાઓ અને સોગંદનામા મેળવવા માટે વધારાના કાઉન્ટર શરૂ કરી દેવામાં આવતા અરજદારોની મુશ્કેલીમાં રાહત થયેલ જોવા મળે છે અને આ વધારાના શરૂ કરાયેલ કાઉન્ટરોનો અરજદારો શાંતિથી તેનો લાભ લઈ શકી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here