દાહોદ જિલ્લાના ફતેપુરા, સંતરામપુર, સુખસર અને કુવાઝેર વિગેરે ગામના ટ્રક માલિકો દ્વારા એસોસીએશન બનાવીને મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
239

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ફતેપુરા ગામમાં ફતેપુરા, સુખસર, સંતરામપુર અને કુવાજેરના ટ્રક માલિકો દ્વારા ફતેપુરામાં મીટીંગ યોજાઇ હતી અને નિયમો બનાવવામાં આવ્યા હતા. નિયમો મુજબ માલિકો દ્વારા નિયમો પાળવા માટે બંધારણ કરી ટ્રક માલિકોએ પોતાની ટ્રક નંબર અને નામ સાથે સહયોગ કરી નિયમો મળીશું તે બાબતે મિટિંગ યોજી મામલતદાર અને પોલીસ મથકે આવેદન આપ્યું હતું. તેમાં તેઓના નિયમ અનુસાર આરટીઓના પાર્સિંગ મુજબ જેટલા ટન માલ ભરવાની મંજુરી હોય એટલો માલ ભરવાનો રહેશે અને જે કોઈ ટ્રક માલિક તે નિયમ કરતા વધુ ભરશે તો તેની જવાબદારી એસોસિએશનની રહેશે નહીં. તે નિયમનું પાલન કરવું પડશે.જો કોઈ ટ્રક બહારગામ માલ ભરીને જશે અને વેપારી દ્વારા ઝઘડામાં માલ ખાલી ના થાય અને ગાડી પડી રહેશે તો 1200 રૂપિયા પ્રતિદિન વેપારીએ ટ્રક માલિકને આપવા પડશે અને કોઈપણ ગાડીમાં કેરોસીન નાખેલું છે તે પકડાશે તો તેની જવાબદારી ટ્રક માલિકની રહેશે. વધુમાં ડ્રાઇવર અગર દારૂ પીને ગાડી ચલાવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ડ્રાઇવરની રહેશે. ઓલ ઇન્ડિયા પરમિટની ગાડી આઉટ સ્ટેટ થી આવે અને ગુજરાતનો માલ મળશે તો નોટ ટુ પોઈન્ટ મુજબ આરટીઓના નિયમ વિરુદ્ધ ગણાય. જે ગાડીમાં માલ ભરવા દેવામાં આવશે નહીં. બહારથી કોઈપણ ગાડી ઓવરલોડ ભરીને આવશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતમાં ટ્રક માલિકોએ નિર્ણય લઇ મામલતદાર અને P.S.I.ને આવેદન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here