દાહોદ જિલ્લાના માનગઢ ખાતે 24 કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો

0
118

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નજીક આવેલ ગુરુ ગોવિદ ની પવિત્ર ભુમી માનગઢ ધામ ખાતે માગશરી પૂનમ નિમિતે ગાયત્રી પરિવાર સંતરામપુરના મંહત રામજીગુરુજી સહિત ગાયત્રી પરિવારના ભાઇઓ બહેનો દ્વારા ૨૧માં ૨૪ કુડી હવનયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામા ભકતોએ ગાયત્રી હવનમા ભાગ લીધો હતો. માનગઢ ધામ ખાતે વીર સહાદતને વહોરેલ શહિદોને પણ શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. દેશના સર્વાંગી વિકાસ શાંતી લોકોમા સતકાર્યો સંસ્કારની ભાવના જન્મે, સૌનુ કલ્યાણ થાય, લોકો વ્યસનનો ત્યાગ કરે, અંધશ્રદ્ધામા વિશ્વાસ ન કરે અને દુર રહે તે ભાવનાથી પૂજા હવન ઇત્યાદી કરવામા આવ્યુ હતુ. ગાયત્રી પરિવાર દ્વારા યોજાયેલ ૨૪ કુડી યજ્ઞને લઇને માનગઢ ધામ ગાતે ગાયત્રી મંત્ર થી  વાતાવરણ ભકિતમય બની ગુંજી ઉઠ્યુ હતુ. વેદમંત્રનુ મહત્મ અને તેનાથી થતા ફાયદાઓનુ પણ વિશેષ મહત્વ સમજાવવામા આવ્યુ હતુ. ગાયત્રી પરિવારના પરમ પૂજય મંહત રામજીગુરુજીના હાથે લખાયેલ   “માનગઢ બોલે છે” પુસ્તકનુ પણ વિમોચન પણ આજ રોજ કરવામાં આવ્યુ હતુ. જેમા પશ્ચિમ રેલ્વેના સભ્ય રીતેષભાઇ પટેલ, ભાજપના અગ્રીણી નેતા ચુનીલાલભાઇ ચરપોટ, રાજસ્થાનના  આનંદપુરીના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ પુસ્તક વિમોચન નિમિતે ઉપસિથિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here