દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના વરદ્દ હસ્તે ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું થયું લોકાર્પણ

0
367

લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રશીદા એમ. વોરાના વરદ્દ હસ્તે આજે તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે આ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બીજા અધિક જિલ્લા ન્યાયાધીશ એસ.આઇ. ભોરણીયા, ફતેપુરાના મુખ્ય સીવીલ જજ એ.એ. દવે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર.વી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર વી.કે.ભાભોર, બાર એસોસીએશન ના પ્રમુખ એસ.વી. ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજથી ફતેપુરા સિવિલ કોર્ટની કાર્યવાહી પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, કરોડીયા પૂર્વ, ફતેપુરા ૩૮૯૧૭૨, તા. ફતેપુરા, જિલ્લો દાહોદ મુજબના સરનામે ચાલશે. જેની સર્વે નાગરિકોને નોંધ લેવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here