દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે ૭૨ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી : સ્વાતંત્ર્ય પર્વે ત્રિરંગો લહેરાવતા જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઇ વસાવા

0
443

 

 

  • મંત્રીશ્રીના હસ્તે દાહોદ તાલુકાના વિકાસ કામો માટે જિલ્લા પ્રશાસનને ₹.૨૫ લાખનો ચેક રાજય સરકાર વતી અર્પણ કરવામાં આવ્યો.
  • મંત્રીશ્રીએ ઝાયડશ મેડિકલ કોલેજની મુલાકાત લઇ દરદીઓને ફળ વિતરણ સાથે આરોગ્ય વિષયક સુવિધા ઓની જાણકારી મેળવી.
  • વિશ્વમાં ભારતની સુધરી રહેલી અર્થ વ્યવસ્થાની નોંધ વિશ્વ બેંકે લીધી છે.
  • રાજ્યની પ્રગતિશીલ સરકારે ગ્રામજનો યુવાનો મહિલાઓ વનબંધુઓ વંચિતો ખેડૂતો સૌના સમતોલ વિકાસની ઇમારત ઉભી કરી છે.
  • રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં ગુજરાતની વિરાટ જનશક્તિ જોડાતાં જળ સંચયનું વિરાટ કાર્ય સંપન્ન થયું છે.
  • દાહોદ ખાતે ૩૬૩ પથારી સાથેની અધતન સુવિધાઓ મેડિકલ કોલેજ શરૂ કરાતા હવે ૧૧૦૦ થી ૧૨૦૦ દરદીઓ સ્થાનિક આરોગ્ય વિષયક સારવાર મેળવી રહ્યા છે.
  • દાહોદ જિલ્લામાં પીવના પાણી માટે ૮૯૦ કરોડની હાંફેશ્વર પાણી પુરવઠા યોજના અને સિંચાઇ માટે ૧૨૦૦ કરોડની કડાણા આધારિત યોજનાનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. – રાજયના આદિજાતિ મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ પોલિસ પરેડ ગ્રાઉન્ઠ ખાતે ૭૨ મું સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગષ્ટ, ૨૦૧૮ ઉજવણી રાજયના આદિજાતિ, વન, પ્રવાસન, મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને રંગેચંગે શાનદાર રીતે પૂરી રાષ્ટ્રભાવના સાથે કરવામાં આવી હતી.
દાહોદ ખાતે ૭૨ મા સ્વાતંત્ર્ય પર્વે ત્રિરંગો લહેરાવી સલામી આપી પોલિસ પરેડનું નિરિક્ષણ કરતાં જિલ્લા પ્રભારી અને રાજયના આદિજાતિ, વન, પ્રવાસન, મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે દેશની મહામુલી અઝાદીના વીર સપૂતોના બલિદાનો થકી મળી છે. જેમાં જિલ્લામાં ગોવિદ ગુરુની રાહબરી હેઠળ જિલ્લાના અનેક આદિવાસી બંધુઓએ અંગ્રેજોની સામેની ચળવળમાં બલિદાનો પણ ભુલી શકાય તેમ નથી. ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે સેંકડો રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. જ્યારે ગુજરાતના બીજા પનોતા પુત્ર અને દેશના હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના નિર્માણ માટે કમર કસીને ભારતને આંતરરાષ્ટ્રીય ફલક પર વધુ દૈદિપ્યમાન બનાવ્યું છે. સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસના રિપોર્ટમાં વિશ્વ બેંકે નોંધ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી ઝડપથી સુધરી રહેલી અર્થવ્યવસ્થા છે. રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યના વિકાસની વિભાવનાથી રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની પ્રગતિનો આગવો નકશો કંડાર્યો છે. વિકાસના કેન્દ્રમાં જન સામાન્યને રાખીને આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા વહીવટમાં સંવેદનાસભર ૧૦૦ દિવસમાં ૨૦૦ ઉપરાંત જનહિતલક્ષી તમામ જનસમુદાયના સમતોલ વિકાસ સાથેના નિર્ણયો લીધા છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં ગુજરાતની વિરાટ જનશક્તિ જોડાઇને હજારો તળાવો, ચેકડેમો, જળાશયો ઉંડા કરવાનું જળ સંચયનું વિરાટ કાર્ય સંપન્ન થયું છે. વિશ્વ ક્લાયમેટ ચેન્જ સામે ગુજરાતે બીટ પ્લાસ્ટીક પોલ્યુશનના થીમ સાથે સમષ્ટીના કલ્યાણ માટે પર્યાવરણ જાળવણી સમૃધ્ધિ યોજનાનો અમલ, અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિને મહત્વના પ્રથમ ૪૮ કલાકમાં કોઇપણ ખાનગી હોસ્પિટલમાં ₹.૫૦,૦૦૦/- સુધીની વિના મુલ્યે સારવાર, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે ૧૦૮ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, ગરીબ અને મધ્યમ પરિવારોને ગંભીર બિમારીની સારવારના ખર્ચમાં રાહત આપતી અત્યંત મહત્વપૂર્ણ મુખ્યમંત્રી અમૃત્તમ(માં) અને માં વાત્સલ્ય યોજના યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે આવક મર્યાદા વધારા સાથે સારવારની રકમ ₹.૨ લાખથી વધારી ₹૩ લાખ થી ₹.૬ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના સિનીયર સિટિઝનોને પણ આ યોજના હેઠળ આવરી લેવાની યોજના, તેની સાથે કિડની, લીવર અને પેન્કીયાઝ પ્રત્યારોપણ માટે ₹.૨/- લાખથી સહાય વધારીને ₹.૫/- લાખ સુધીની સહાય, ની અને હીપ રીપ્લેસમેન્ટ માટે એક પગના ₹.૪૦,૦૦૦/- અને બે પગના ₹.૮૦,૦૦૦/- ની સહાય વગેરે ની જાણકારી મંત્રીશ્રીએ આપી હતી.આરોગ્ય વિષયક યોજનાઓનો વ્યાપ વધતાં રાજ્યના ૩ કરોડ નાગરિકો લાભ મેળવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ પરિવારોમાં લગ્ન જેવા પ્રસંગોમાં સસ્તાભાવે એસ.ટી.સુવિધા, મહિલા સશક્તિકરણ માટે ૮ મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જન્મ લેનારી તમામ દિકરીઓને ચાંદીનો સિક્કો અર્પણ કરી “નન્હી પરી અવતરણ” નો વિશિષ્ટ કાર્યક્મ, કુપોષણના નિવારણ માટે બાલભોગ યોજના, સત્વ યોજના, પૂર્ણા યોજના, ૧૮૧ અભયમ મોબાઇલ એપ લોન્ચ જેવી અનેક વિધ યોજનાઓ અમલમાં મુકી છે. રાજ્યના બિનઅનામત કક્ષાના યુવાનોને શૈક્ષણિક આર્થિક સહાય, સ્વરોજગારી માટે સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ, વિદેશ અભ્યાસ માટે સહાય જેવા મહત્વપૂર્ણ લાભો આપવામાં આવશે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપૂત્રો ચિંતાગ્રસ્ત બનતા ખેડૂત ભાઇ-બહેનો માટે રાજ્ય સરકારે ૮ કલાકને બદલે ૧૦ કલાક વિજળી આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય લીધો છે.સાથે અનેક કૃષિ લક્ષી યોજનાઓના અમલથી કૃષિ દર ડબલ ડીજીટમાં હાંસલ કરી શકાયો છે. રાજ્યમાં રાજ્ય સરકારના પબ્લિક ડીલીંગ માટેના કામ કરતા વિભાગોનું સીધું મોનીટરીંગ થઇ શકે તે માટે સીએમ ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગેરકાનૂની રીતે ખનીજ ચોરીને અટકાવવા માટે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો અસરકારક અમલ, આવનારા સમયના નવા પડકારોને પહોંચી વળવા નવા આયામો અપનાવીને રાજ્યના ૩૪ જિલ્લા પોલીસ મથકોમાં અને ૬ ધાર્મિક સ્થળો ઉપર ૭૫૦૦ કેમેરા નેટવર્કનું રાજ્યના કંટ્રોલ રૂમથી મોનિટરીંગ થઇ શકે તે રીતે ₹.૩૦૦/- કરોડના ખર્ચે CCTV કેમેરા નેટવર્ક ગોઠવવાની કામગીરી આ સરકારે હાથ ધરી છે. ત્રણ તબક્કામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમોમાં એક કરોડ લોકોના જરૂરી દસ્તાવેજો વિષયક પ્રશ્નો હલ કરી આપવામાં આવ્યા છે. સાથે સરકારે ભ્રષ્ટાચાર નાબૂદી માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નક્કર પગલાં લીધાં છે એમ મંત્રીશ્રી વસવાએ જણાવ્યુ હતુ.

વધુમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ જિલ્લાની વાત કરતાં જણાવ્યું હતું કે જિલ્લાના આદિવાસી પછાત વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા અમદાવાદ જવું ન પડે તે માટે પંચમહાલ-ગોધરા ખાતે ગોવિંદગુરૂ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે. જિલ્લાની પ્રજાને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ₹.૮૯૦/- કરોડની નર્મદા હાંફેશ્વર યોજના અને ખેડૂતોને સિંચાઇ માટે ₹.૧૨૦૦/- કરોડની કડાણા આધારિત પાઇપલાઇન દ્વારા સિંચાઇ યોજનાનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં એક માત્ર દાહોદ નગરપાલિકાની સ્માર્ટસીટીમાં પસંદગી થતાં નગરના વિકાસ માટે ₹.૧૧૦૦/- કરોડનું માતબર ફંડ મંજુર થયું છે. જિલ્લાના ગરીબ આદિવાસી પછાત લોકોને આરોગ્ય વિષયક સારવાર માટે વડોદરા-અમદાવાદ જવું ન પડે તે માટે ૩૬૩ બેડવાળી તમામ અધતન સુવિધાયુક્ત મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારના સહયોગથી રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના થકી જનરલ હોસ્પિટલમાં પહેલાં દરરોજ ૩૦૦ થી ૪૦૦ દરદીઓ સારવાર લઇ શકતાં હતાં જે હવે દરરોજ ૧૧૦૦ થી ૧૨૦૦ દરદીઓ આરોગ્ય વિષયક સારવાર લઇ શકે છે. જિલ્લાના લોકોને વિદેશ પ્રવાસ માટે જોઇતા પાસપોર્ટ લેવા માટે અમદાવાદ જવું પડતું હતું જે માટે સ્થાનિક દાહોદ ખાતે જ પાસપોર્ટ કચેરી કાર્યરત કરવામાં આવી છે. એમ મંત્રીશ્રીએ જણાવતાં દેશના અને રાજ્યના વિકાસને સર્વોચ્ચ કક્ષાએ લઇ જવા સાથે આઝાદીના જતન માટે સૌ સહિયારા પ્રયાસો કરીએ તેવી મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ ઉપસ્થિત નાગરિકોને આહ્વાન કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડી ભેટ સોગાદો સાથે સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન બાંધકામ અને બીજા રોડ-રસ્તાના કામો માટે કુલ ૩૯ કરોડના વિકાસ લક્ષી કામોની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શાળા કોલેજના બાળકો-વિધાર્થીઓએ દેશભકિત સાથે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
મંત્રીશ્રીના હસ્તે પર્વની ઉજવણીને અનુલક્ષીને દાહોદ તાલુકાના વિકાસ કામો માટે જિલ્લા પ્રશાસનને રૂા. ૨૫ લાખનો ચેક રાજય સરકાર વતી અર્પણ કરવામાં આવ્યો હતો.

આ તબકકે જિલ્લાના શૈક્ષણિક જગતના તેજસ્વી તારલાઓ, રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળનાર જિલ્લાના રમતવીરો, નેપાળ ખાતે ઇન્ટરનેશનલ વાડો-રયુ કરાટે ચેમ્પીયનશીપમાં સિધ્ધિ મેળનાર ખેલાડીઓનું, આરોગ્ય વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર, સ્વચ્છ વિધાલય પુરસ્કાર પ્રાપ્ત કરના શાળાઓનું, ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓનું તથા સાંસ્કૃતિક વિજેતાઓનું પુરસ્કાર વિતરણ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મંત્રીશ્રી તથા મહાનુભાવો, અધિકારીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સાથે મંત્રીશ્રી મહાનુભાવોએ ઝાયડશ મેડિકલ કોલેજની મુલાકાત લઇ દરદીઓને ફળ વિતરણ સાથે આરોગ્ય વિષયક સુવિધાઓની જાણકારી મેળવી હતી.
દાહોદ સ્વાતંત્ર્ય પર્વમાં કલેકટરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રમેશચન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયશર, નિવાસી અધિક કલેકટર  એમ.બી. ચૈાધરી, પ્રાંત અધિકારી ડી.જે.વસાવા, મેડિકલ કોલેજના ર્ડા. મૌલેશ શાહ, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ, નગરજનો-બાળકો-વિધાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here