દાહોદ જિલ્લાના લીમખેડાના દુધિયા ગામથી “ગાંધી સંકલ્પ પદયાત્રા” નો શુભારંભ સાંસદ જશવંતસિહ ભાભોર દ્વારા કરવામાં આવ્યો

0
87

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સાંસદ આદર્શ ગામ દુધિયા થી “ગાંધી સંકલ્પ પદયાત્રા” નો પ્રારંભ આજે તા.૦૫/૧૧/૨૦૧૯ ને મંગળવારના રોજ ગણેશ મંદિર થી કરવામાં આવ્યો. જેમાં સાંસદ જશવંતસિહ ભાભોર, મંત્રી બચુભાઈ  ખાબડ,  ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર,  રમેશભાઈ કટારા, જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં જિલ્લા સભ્યો, તાલુકાના હોદ્દેદારો, કાયકર્તા ઉપસ્થિત રહ્યા હતા. “ગાંધી સંકલ્પ પદયાત્રા” નો પ્રારભ માન્ય સાંસદ તથા મંત્રીએ ગાંધીજીની પ્રતિમાને હાર અને પુષ્પ અર્પણ કરી દુધિયા નગરમાં આ યાત્રા ફરી. જેમાં ગામલોકોએ પણ સ્વાગત કર્યું. ત્યારબાદ લો ગાર્ડન, દુધિયા ખાતે સાંસદ અને મંત્રી દ્વારા વૃક્ષા રોપણ કરી પદયાત્રા લીમખેડા સુધી આગળ વધી જ્યાં રસ્તામાં ઠેર ઠેર આ પદયાત્રાનું ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here