દાહોદ જિલ્લાના લીમખેડાના દુધિયા ગામમાં અયોધ્યા રામ મંદિરના ચુકાદાને સહર્ષ વધાવતા સુંદરકાંડ અને અન્નકૂટનું થયું ભવ્ય આયોજન

0
172

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં અયોધ્યા રામ મંદિરના ચુકાદાને સહર્ષ વધાવવા અયોધ્યા ધામ દુધિયાના મુકેશભાઇ પટેલને ત્યાં સુંદરકાંડ તથા ભવ્ય મહા આરતી અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો બાદ આવેલ રામ મંદિરના ચુકાદાને અનોખી રીતે વધાવી સુંદરકાંડ કરી ઉજવામાં આવ્યો. સંત પુનિત ભજન મંડળ તથા સિદ્ધિવિનાયક મંડળ દ્વારા સુંદરકાંડ અને ભવ્ય આરતી  કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને સાંસદ જશવંતસિહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, સંગઠન મંત્રી શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા સભ્ય સહિત મોટી સંખ્યામાં રામભકતો હાજર રહ્યા હતા. માન્ય સાંસદ અને ધારાસભ્ય દ્વારા ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી હતી અને ભવ્ય આતિશબાજી દ્વારા ચુકાદાને વધાવ્યો હતો. આમ અયોધ્યા રામ મંદિરના ચુકાદાની સહર્ષ અને આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here