દાહોદ જિલ્લાના લીમખેડાના દુધિયા ગામના અયોધ્યાધામ ખાતે રામકથાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0
215
 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામના અયોધ્યાધામના પ્રવીણભાઈ મનજીભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા વસંતપંચમી થી રામકથાનુ ભવ્ય આયોજન કરેલ. જેમાં સુરતના કથાકાર પંકજભાઈ જાની દ્વારા વ્યાસપીઠ પરથી કથાનુ રસપાન કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ તથા પરિવાર દ્વારા કથાની સાથે ફ્રી મેડિકલ કેમ્પ, ધ્યાન, યોગ, સુંદરકાંડ, ગરબા, ધાર્મિક મોટીવેશનના વિવિધ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા. કથાકાર દ્વારા કથામા આવતા વિવિધ પ્રસંગો વેશભુષા સાથે ઉજવવામાં આવ્યા હતા. આ કથાનો લાભ દુધિયા ગામ સહીત બાંડીબાર, રંધીકપુર, લીમખેડા, ઝાલોદ, રણિયાર,  લીલવા સહીત આજુબાજુના ભક્તો દરરોજ લાભ લેવા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here