દાહોદ જિલ્લાના લીમખેડામાં રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા કર્તવ્ય બોધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

0
138

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં મુખ્ય મથક લીમખેડા ખાતે રાષ્ટ્રીય  શિક્ષક સંઘ દ્વારા તા.૨૩/૦૧/૨૦૨૦ ને ગુરુવારના રોજ કે.જે. ભાભોર માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદજીની જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય શિક્ષક સંધ દ્વારા તમામ તાલુકા કક્ષાએ કર્તવ્ય બોધ કાર્યક્રમ કરી સ્વામી વિવેકાનંદ ના વિચારોને લોકો સુધી પહોચડાવનો સુંદર પ્રયત્ન કર્યો હતો. જિલ્લાના પ્રમુખ બળવંત ડાંગર, મંત્રી નિતેશ પટેલ સહીત મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થી અને સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા. જિલ્લા પ્રમુખ દ્વારા સ્વામીવિવેકાનંદજીના જીવનનો ચિતાર્થં રજુ કર્યો હતો અને મંત્રી નિતેશભાઈ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો રજુ કરી સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરવાની અને રાષ્ટ્રના નિર્માણ માટે યોગદાન આપવા અપીલ કરી હતી અને વિવેકાનંદજીની રાષ્ટ્ર માટેની રાષ્ટ્ર ભાવના વિશે વિસ્તારથી સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના લોકો હાજર રહ્યા હતા અને સ્વામી વિવેકાનંદ વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here