દાહોદ જિલ્લાના લીમખેડામાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોના સ્થળ પર જ કરવામાં આવ્યા કોરોના ટેસ્ટ

0
88

દાહોદ જિલ્લામાં દિવાળી બાદ કોરોના આંક વધતો હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. પરંતુ લોકો બિન્દાસ્ત જોવા મળી રહ્યા છે. અને લોકોને લગે છે કે કોરોના જેવી કોઈ મહામારી જ નથી. અને લોકો બિન્દાસ્ત પણે માસ્ક પહેર્યા વગર જ બજારમાં લટાર મારવા નીકળી પડે છે. જેથી તંત્રએ જે કોઈ વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તેના કોરોનાનો ટેસ્ટ કરવાનું ચાલુ કર્યું. જેમાં આજે લીમખેડા મામલતદાર, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા માસ્ક વિના ચાલતા ફરતા લોકો તથા માસ્ક પહેર્યા વિના બાઈક ચલાવતા ચાલકોને પણ લીમખેડા ચોકડી પર રોકી તાત્કાલિક કોરોનાના રેપિડ ટેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું તથા તે વ્યક્તિઓને સૅનેટાઇઝર તથા માસ્ક આપ્યા હતા. માસ્ક વિના ફરતા લોકો દ્વારા કોરોનાની ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. લોકો દ્વારા સોસીયલ ડિસ્ટન્સનું પણ પાલન નં કરતા હોવાથી આવા બેદરકાર લોકો સામે દાખલા રૂપ દંડનીય કાર્યવાહી પણ જરૂરી  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here