દાહોદ જિલ્લાના લીમખેડા અને સિંગવડ તાલુકામાં CRC કક્ષાના કલામહોત્સવનું ભવ્ય આયોજન થયું

0
241

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના લીમખેડા ખાતે સી.આર.સી કક્ષાનો કલામહોત્સવ નાના હાથીધરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં ગાંધીજીની 150 જન્મ  જયંતિના ભાગ રૂપે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે  વિવિધ સ્પર્ધા  યોજાઈ હતી. જેમાં નિબંધ લેખન, કાવ્ય લેખન, વકૃતવ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા  યોજાઈ  હતી. જેમાં વિવિધ  સ્પર્ધામાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમમાં ઘટક સંઘના મંત્રી, ગામના સરપંચ, એસ.એમ.સી., સભ્યો, ગ્રામજનો,અને મોટી સંખ્યા  માં શિક્ષકો અને વિદ્યાર્થી હાજર રહ્યા હતા.તેવી જ રીતે સિંગવડ તાલુકાના કાલિયારાઈ સી.આર.સી કક્ષાનો પણ કલામહોત્સવ ભુરીયા ફળીયા, જાલીયાપાડા પ્રાથમિક શાળા  ખાતે યોજાયો હતો. જેમાં ગાંધીજીની 150 જન્મ જયંતિના ભાગ  રૂપે  ધોરણ  6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા  યોજાઈ  હતી. જેમાં નિબંધ લેખન, કાવ્ય લેખન, વકૃતવ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ સ્પર્ધામાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઇનામ વિતરણ  કરવામાં આવ્યું  હતું. આ કાર્યક્રમ મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થી હાજર  રહ્યા  હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here