દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની દેગાવાડા આશ્રમ શાળામાં તાલુકા કક્ષાનો ક્લાઉત્સવ ઉજવવામાં આવ્યો

0
547

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

 THIS NEWS IS SPONSORED BY –– AVSAR HARBAL ENTERPRISE 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની દેગાવાડા આશ્રમ શાળામાં લીમખેડા  તાલુકાનો ક્લાઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સી.આર.સી. કક્ષાએ પ્રથમ આવેલ વિવિધ સ્પર્ધાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ જેવી કે  ચિત્ર, નિબંધ, વકૃત્વ, કાવ્ય જેવી સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી સ્વચ્છતાના પ્રથમ અભિગમ પ્લાસ્ટિક મુક્ત ભારતથી કરી હતી.તમામ ઉપસ્થિત મહેમાનોનું કાપડની થેલી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરવાડ સાહેબ, બી.આર.સી. કલ્પેશભાઈ, સરતનભાઈ, શિક્ષક સંઘના હોદ્દેદારો, શિક્ષક સંઘમાંથી રાકેશભાઈ બારીયા તથા લીમખેડાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વિજેતાને ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here