કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત રાજ્ય ની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની સૂચના મુજબ 16 માર્ચ થી રજા જાહેર કરવામાં આવેલ છે. આવા સમયે લોકડાઉનનું પાલન કરવું ઘરે રહેવું સુરક્ષિત રહેવું અને સામાજિક અંતર જાળવવું ખુબ જરૂરી છે. આવા સમયે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ કાર્ય બગડે નહિ તે માટે દરેક અઠવાડિયાના આગળના દિવસે જ સાપ્તાહિક પ્રવૃતિઓની પી.ડી.એફ. મળી જાય છે. આ રીતે ઓનલાઇન શિક્ષણ બાળકો સુધી વધુમાં વધુ રીતે પહોંચે માટે લીમખેડા T.P.E.O. કે.એલ.ભરવાડ., B.R.C. કલ્પેશભાઈ પટેલ તથા તમામ C.R.C. દ્વારા ક્લસ્ટર કક્ષાએ તથા જે તે શાળાના આચાર્ય સુધી પહોંચતું કરવામાં આવે છે. વર્ગ શિક્ષક દ્વારા વાલીઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, S.M.C. સભ્યો ગ્રુપમાં શૈક્ષણિક પ્રવૃતિઓની પી.ડી.એફ. મોકલવામાં આવે છે. તેથી બાળકો ઘરે રહી ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
