દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં ડો. શ્યામપ્રસાદ મુખર્જીના જન્મદિવસે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી

0
192

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આવેલ શબરી કન્યા વિદ્યાલય ખાતે તા.૦૬/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ પ્રખર રાષ્ટ્વાદી વિચારક, મહાન શિક્ષણવિદ્દ અને જનસંઘના સ્થાપક ડો.શ્યામપ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી.

દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીના હસ્તે દુધિયા શબરી કન્યા વિધાલય ખાતે પ્રખર રાષ્ટ્રવાદી અને જનસંઘના સ્થાપક ડો.શ્યામપ્રસાદ મુખર્જીના જન્મદિવસે વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવી હતી. સાથે સાથે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કોરોનાની મહામારીમાં ઇમ્યુનીટી વધારવા સંપૂર્ણ આયુર્વેદિક ઉકાળો, માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. COVID-19 અંતર્ગત સોસીયલ ડિસ્ટન્સ અને અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરી ડો.શ્યામપ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, તાલુકા ઉપ પ્રમુખ, જિલ્લા સભ્યો, તાલુકા સભ્ય રમેશભાઈ ગારી, મનુભાઈ ભુરીયા, મુકેશભાઈ પટેલ સહીત કાર્યકર્તા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here