દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન કરવામાં આવ્યું

0
77
5 મી સપ્ટેમ્બર શિક્ષક દિવસના રોજ દાહોદ જિલ્લા અને તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકાર મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામા યોજાયો હતો. આજના આ પવિત્ર દિવસે શિક્ષણ ક્ષેત્રે પોતાની શાળામાં નવતર અભિગમો થકી સુંદર કામગીરી કરનારા 21 જેટલા પ્રાથમિક શિક્ષકો ને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
જે અંતર્ગત લીમખેડા તાલુકાના ત્રણ પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ફતેસિહ સબુરભાઈ બારીઆ (પટવાણ પ્રાથમિક શાળા) તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે (1) શ્રીમતી જાગૃતિ બેન પાઠક (સતી ફળીયા પ્રાથમિક શાળા), (2) અલ્પેશકુમાર રમણલાલ વાળંદ જ (ટીંબા પ્રાથમિક શાળા) નું જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ માં મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે શિલ્ડ, પ્રશસ્તિ પત્ર તથા ચેક આપીને સન્માનિત કરવામાં આવતાં, જિલ્લામાં લીમખેડા તાલુકા નું તથા પોતાની શાળા, સી.આર.સી., નું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર, CRC, BRC, TPEO એ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here