દાહોદ જિલ્લાના લીમખેડા નજીક દુધિયા ગામમાં સંત પુનિત ભજન મંડળ દ્વારા રામજી મંદિરે સુંદરકાંડનું કરાયું ભવ્ય આયોજન

0
186

 HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ] 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડાથી નજીકમાં દુધિયા ગામના રામજી મંદિરે  સંત પુનિત ભજન મંડળ દ્વારા સુંદરકાંડનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના ચુકાદાના સન્માનમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત પુનિત ભજન મંડળ દ્વારા વર્ષોથી દર શનિવારે નિયમિત રીતે સુંદકાંડ છેલ્લા 20 વર્ષથી અવિરત કરવામાં આવે છે. મંડળ દ્વારા વિવિધ ગામોમાં જઈને પણ સુંદરકાંડ કરેલ છે. જેમાં મુંબઈ, હરિદ્વાર, સારંગપુર, અમદાવાદ સહીત ઘણી જગ્યાએ આ મંડળ દ્વારા નિઃશુલ્ક  સુંદરકાંડ કરવામાં આવે છે. સુંદરકાંડ મંડળના કન્વીનર ર્ડો. જસુભાઈ પટેલની આગેવાની દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ ૫૦ થી ૬૦ જેટલાં સભ્યો છે. જે નિયમિત સુંદરકાંડના પાઠમાં સહભાગી બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here