દાહોદ જિલ્લાના લીમખેડા મામલતદાર દ્વારા દુધિયામાં કાપડની એક દુકાનને મારવામાં આવ્યું સીલ

0
407

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ કે કરિયાણા, શાકભાજી, મેડિકલ અને દૂધની દુકાન સિવાયની દુકાનો ખોલવી નહિ તેેેમ છતાં દુધિયામાં આવેલ “પિયુષ કાપડ” ભંડારની દુકાન ખુલ્લી રાખતા લીમખેડા મામલતદાર ઘનશ્યામભાઈ પટેલ અને લીમખેડા P.S.I. પટણી દ્વારા સીલ કરવામાં આવતા વ્યાપારી આલમમાં ફફડાટ વ્યાપિ ગયો હતો. સરકાર દ્વારા પણ જીવન જરૂરિયાત  ની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો બંધ રાખવા જણાવેલ છતાં દુધિયામાં વ્યાપારીઓ દ્વારા અન્ય દુકાનો ખોલાતા મામલતદાર દ્વારા સપાટો બોલવામાં આવ્યો હતો. અને કાપડની દુકાનને સીલ મારતા હવે લોકડાઉન ન ખુલે ત્યાં સુઘી તાલુકા મામલતદારની પરમિશન વગર દુકાન ખોલી શકાશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here