દાહોદ જિલ્લાના લીમડી, પીપલોદ અને જેસાવાડા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી,  ૧૬ પેઢીઓને દંડ તથા અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

0
86

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના લીમડી અને પીપલોદ ખાતે ટોબેકો એક્ટ ૨૦૦૩ ની જોગવાઇ મુજબ કુલ ૨૮ પેઢીઓની તપાસ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાંથી ૧૬ પેઢીઓને આ જોગવાઇઓનો ભંગ કરવા બદલ રૂ.૩૩૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ટોબેકો એક્ટ ૨૦૦૩ ની કલમ ૬(અ) મુજબ “૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું એ  દંડનીય ગુનો છે” એવું બોર્ડ લગાવેલું ન હોય આ પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત લીમડી, પીપલોદ અને જેસાવાડા મુકામેથી ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીપલોદ મુકામે ઠંડા પીણા જેવા કે અમુલ ફલેવર્ડ મિલ્કની ૮ બોટલ, અમુલ લસ્સીની ૧૩ બોટલ, લેમન જ્યુશની ૨૦ બોટલ, એપલની પ બોટલ, જીરા મસાલાની ૨૦ બોટલ, ઓરેન્જની ૩ બોટલ જેવા ઠંડા પીણાનો અંદાજે ૯૦૦ રૂ.નો એકસ્પાયર થયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. દાહોદના ફુડ સેફટી ઓફિસર એ.પી. ખરાડી અને એન.આર. રાઠવા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here