દાહોદ જિલ્લાના વૃધ્ધ સહાય તથા વિધવા સહાય મેળવતા તમામ લાભાર્થીઓ જોગ

0
591

logo-newstok-272-150x53(1)Editorial Desk – Dahod

દાહોદ જિલ્લાના ઇન્દીરા ગાંધી વય વંદના યોજના ( આઇજીએનઓપીએસ )  વૃધ્ધ સહાય તથા વિધવા સહાય મેળવતા તમામ લાભાર્થીઓને જણાવવાનું કે, સરકારશ્રી ધ્વારા માહે એપ્રિલ-૨૦૧૬ થી આપને પોષ્ટ ખાતા/મની ઓર્ડરથી મળતી સહાય ને બદલે ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર યોજના ચુકવવાનું નકકી કરવામાં આવેલ છે. જેથી આપના રાષ્ટ્રીયકૃત બેંક/ પોષ્ટ ખાતામાં સીધેસીધી સહાય જમા થનાર હોઇ આપના રાષ્ટ્રીયકૃત બેંક /પોષ્ટ ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ તથા આધાર કાર્ડની નકલ આપના તાલુકાની સબંધિત મામલતદાર કચેરી/ સસ્તા અનાજની દુકાન (વ્યાજબી ભાવની દુકાન) નાયબ  મામલતદારશ્રી પુરવઠાને તા. ૨૮-૩-૨૦૧૬ સુધીમાં રૂબરૂ જમા કરાવવા વિનંતી છે. જેથી આપને માહે એપ્રિલ-૨૦૧૬ થી આપને મળતી સહાય સમયસર ચૂકવી શકાશે. એમ  જિલ્લા કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here