દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી નજીક વાંસીયા ગામ ખાતે આવેલ વસવાડી ધામ શ્રી હરિ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવમાં આવ્યો. આ પ્રસંગે બેનીશ્વર ધામના પૂજ્ય પીઠાધીસ શ્રી શ્રી 1008 અચ્યુતા નંદજી મહારાજના શુભ હસ્તે કાર્યક્રમની શુભ શરૂઆત થઇ હતી. શ્રી હરિ મંદિરના ભક્તજનોએ મહાઆરતી, સત્સંગ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસીયા ગામના સંત શ્રી માનસિંહભાઈ વસૈયાના પરિવાર તથા અન્ય ભક્તોના સહકારથી દર વર્ષે પાટોત્સવ ઉજવામાં આવે છે. જે પ્રસંગે અચ્યુતા નંદજી મહારાજ સત્સંગ કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે.
