દાહોદ જિલ્લાના સંજેલીના અનિકા ડુંગરા ખાતે I.T.I. ના નવીન ભવનનું લોકાર્પણ કરતા મંત્રી ગણપતસિંહ વસાવા

0
704

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ અનિકા ડુંગરા ખાતે ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગના સહયોગ થી અત્રે એક હેક્ટર જેટલી જગ્યામાં સંસ્થાનું નવું ભવન તૈયાર કરવા માટે ₹. ૬૪૫ લાખ જેટલી માતબર રકમની સરકારે મકાનના બંધ કામ માટે વહીવટી મજૂરી આપી હતી. જેમાંથી ₹. ૫૪૪.૧૧ લાખની યાંત્રિક મજુરી મળી હતી. આ નવા ભવનનું ભૂમિ પૂજન તા.૦૯/૧૦/૨૦૧૭ ના રોજ કરવામાં આવ્યું હતું. જે સંપૂર્ણ પણે તૈયાર થતા સંસ્થાના બાંધકામનો કુલ ખર્ચ ₹. ૪૪૬.૯૧ લાખના ખર્ચે તૈયાર થયેલ છે. I.T.I. ના આ નવીન ભવનના લોકાર્પણનો કાર્યક્રમ આજે તા.૨૫/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના વરદ્દ હસ્તે સવાર ના ૧૧:૦૦ કલાકે યોજાયો હતો. જેમાં આ નવીન ભવનનું રીબીન કાપી લોકાર્પણ કરતા મંત્રી તેમજ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ તથા ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ આગેવાન કાર્યકરો તથા તાલુકાના અને જિલ્લાના પદાધિકારોયો ઉપસ્થિત રહ્યા હતા તેમજ I.T.I. ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ દ્વારા તૈયાર થયેલ સંજેલી તાલુકાના નવા અનાજના ગોડાઉનનું પણ સાથે સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here