દાહોદ જિલ્લાના સંજેલીના સ્માર્ટ પોલીસ સ્ટેશન મથકે વિજયાદશમીનાં દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

0
52
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે આવેલા સ્માર્ટ પોલીસ મથકમાં આજે તા.૨૫/૧૦/૨૦૨૦ ને રવિવારના રોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષે શસ્ત્ર પૂજાનો મહિમા હોય છે. તેથી સંજેલી ટાઉન PSI આર.કે. રાઠવા એ પોલીસ કોન્સ્ટેબલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પોતાના ઉપયોગ માં લેવાતા હથિયારોની શસ્ત્રપૂજા કરવામાં આવી હતી.
સંજેલી સ્માર્ટ પોલીસ મથકે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દશમીના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજાનો મહિમા હોઈ સંજેલી પોલીસ મથકે પોલીસ સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતા રિવોલ્વર, બંદૂક સહિતના હથિયારો એકસાથે ગોઠવી PSI આર.કે. રાઠવા, ASI ભુરાભાઈ માવજીભાઈ પારગી, હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ નાનાભાઈ જમાદાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહી તેઓના ઉપયોગમાં લેવાતા શસ્ત્ર સરંજામ સહિતના હથિયારોને નાડાછડી બાંધી કંકુ તિલક કરી મંત્રોચ્ચાર સાથે  વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here