દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીના ભગત ફળિયામાં આવેલ ભાથીજી મંદિરે આજે તા.૧૧/૧૧/૨૦૧૯ ને સોમવારના રોજ આષો સુદ ચૌદસ ને દિવસે ભાથીજી મહારાજનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભાથીજી મંદિર થી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી અને સમગ્ર સંજેલી નગરના રાજમાર્ગો પર ફરી હતી.
