દાહોદ જિલ્લાના સંજેલીના ભાણપુર માધ્યમિક શાળામાં યોજાયો આરોગ્ય તપાસણી કાર્યક્રમ

0
213
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ભાણપુરની શ્રી માનસિહજી બી રજાત માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળા ખાતે તા . ૭મી જાન્યુઆરીના રોજ કરંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી ભાઇબહેનો ના સહકારથી . શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યોહતો જેમાં શાળાના આચાર્ય એમ બી શર્મા એઆરોગ્યકર્મચારીઓનું શાળા ખાતે સ્વાગતકર્યુહતુવિદ્યાર્થીઓને ખોટા વ્યસનો શરીરનીકાળજી કેવીરીતે રાખવી . ચશ્માં કેવા પ્રકારના પહેરી શકાય . યુવાવસ્થાદરમ્યાન દિકરીઓએ કઇકઈ બાબતોની કાળજી રાખવી કેવા પ્રકારનો ખોરાક લેવો વિગેરે બાબતની આરોગ્ય વિષેની સમજ તમ્બિબોએ આપી હતી વિદ્યાર્થી ભાઇ બહેનોને જમતા પહેલા પોતાના હાથપગ સાબુથી ધોવા ની કાળજી રાખવા જણાવ્યુ હતુ દરેકવિદ્યાર્થીઓની ડકટરી તપાસ કરવામાં આવી હતી એમ . બી પટેલ તથા કે . કે પ્રજાપતિએ કાર્યક્રમનું સંચાલન કર્યુહતુ જયારે શાળાના આચાર્ય શર્માજીએ આરોગ્ય કેન્દ્રના સંચાલકોનો આભાર વ્યકત કર્યોહતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here