દાહોદ જિલ્લાના સંજેલીના ચંદાણામુવાડા ગામે ૧૭ વર્ષની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત  

0
431

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ચંદાણામુવાડા ગામે ૧૭ વર્ષની એક વિદ્યાર્થીનીએ પોતાના જ ઘરમાં છત પર દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લેતા સમગ્ર સંજેલી તાલુકામાં ખળભળાટ મચી ગયો છે. માત્ર ૧૭ વર્ષની આ છોકરીએ કયા કારણસર ફાંસો ખાધો હશે ? તેનુ ચોકસ કારણ જાણવા મળ્યું નથી.

સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલ ચંદાણામુવાડા ગામની મંજુલાબેન ચુનિયાભાઇ ચંદાણાએ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપતા જણાવ્યું કે મારે સંતાનમાં ૪ છોકરાએ છે જેમાં (૧) સંજય (૨) મેહુલ (૩) કાજલ (૪) સરસ્વતી. આમ ચાર સંતાનોની માતાએ જણાવ્યું કે મારા પતિ ૧૦ વર્ષ પહેલા મુત્યુ પામ્યા છે. મંજુલાબેનના પતિ ન હોવાથી છોકરાઓની બધી જ જવાબદારી સંભાળવાની હોવાથી તેઓ પોતાના છોકરા તથા વહુ સાથે છેલ્લા ચાર એક મહીનાથી મજુરી કામ માટે બહાર ગામ (બાવળા) ગયા હતા. જેમાં મોટો છોકરો સંજય જે સુરત તરફ મજુરી કામે ગયેલ હતો. તા.૦૪/૦૧/૨૦૧૨ ને મંગળવાર ના રોજ દશ વાગ્યાના સમયે મારા દિકરા મેહુલના મોબાઇલ પર ફોન આવ્યો કે તમારા ઘરે કાજલને કંઇક થયુ છે. તેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ સમાચાર જાણી મારો દિકરો મેહુલ તેની પત્ની મનિષા અને હું તાબડતોબ બાવળાથી ઘરે આવવા નિકળી ગયા અને સુરત તરફ મજુરીએ ગયેલા મારા મોટા છોકરા સંજયને ફોન કરતા તે પણ ઘરે આવી ગયો તો અમે ચારેય મજૂરી કામ માટે બહાર ગામ ગયા હતા. જયારે બે છોકરીઓ કાજલ અને સરસ્વતી નિશાળમાં ભણતી હોવાથી મારી સાસુમાં તીદલીબેન પાસે બન્ને છોકરીઓને મુકી ગયા હતા. હવે અહીયાં શું થયુ છે તેની અમને કાંઇજ ખબર નથી પરંતુ બનાવનો ફોન આવતા જ અમે ઘરે આવ્યા હતા અને જોયુ કે કાજલ ફાસો ખાઇ મરી ગયેલ છે. અમારી છોકરીએ અમારી ગેરહાજરીમાં ગળે ફાંસો ખાઇ લેતા મારા છોકરા સંજય ગામના આગેવાન નટવરભાઇ રામસિંગભાઇ ચંદાણા જોતીભાઇ વર્સીગભાઇ, રૂપસિંગભાઇ દલસુખભાઇ મુનિયા તથા રાયસિંગભાઇ ભાવજીભાઇ ચંદાણાની સાથે આવી ચંદાણામુવાડા ગામની મંજુલાબેન ચુનિયાભાઇ ચંદાણાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં તા.૦૫/૦૧/૨૦૧૦ ના રોજ  જાહેરાત કરી લેખીત ફરીયાદ આપી હતી સંજેલી મહીલા P.S.I. ડી.આઈ. પટેલ આ બાબતની તપાસ હાથ ધરી છે. આ ૧૭ વર્ષની ધોરણ ૮ માં અભ્યાસ કરતી કાજલે કયા કારણસર થી ગળે ફાંસો ખાઇ પોતાના ઘરમાં જીદગી ટૂંકાવી દીધી તે તપાસનો વિષય છે. પોલીસે આ બાબતની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here