દાહોદ જિલ્લાના સંજેલીના ઢેડીયા ગામે સરપંચ પરિવાર દ્વારા 251 ગરીબ પરિવારોને ખાદ્યસામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યુ

0
270
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેડીયા ગ્રામ પંચાયતના સરપંચ લીમસીંગભાઈ રાઠોડ તરફથી હાલમાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોકડાઉન હોવાથી ગરીબ પરિવારોને મદદ રૂપ થાય તે હેતુ થી પોતાના સ્વખર્ચે વિધવા અને ગરીબ પરિવારના ભાઈ બહેનોને 251 જેટલી જીવન જરૂરી રાસન કીટ કે જેમાં દાળ, ચોખા, તેલ, ખાંડ, મરચું, મસાલાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે ઢેડીયા ગ્રામ પંચાયત તરફથી સેનેટાઇઝર બોટલો તેમજ 700 જેટલા માસ્કનું વિતરણ કરાયું હતું
કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી સ્ટાફ સાથે પંચાયત ઘર પર હાજર રહેલા ગામ લોકોને કોરોના અંગે સમજ આપી જરૂરી દવા ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  ઢેડીયા ગળાનાપળ, ઢેડીયા નાળો, વાણીયા ઘાટી, કડવાના પળના ગામ લોકોએ આનો લાભ લીધો હતો. સરપંચ લીમસીંગભાઈ રાઠોડે વર્તમાન સમયને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટસીન્ગ તથા ઘરમાં રહો અને સુરક્ષિત રહોની સમજ આપી હતી અને દરેક લોકો ને માસ્ક પહેરી રાખવા જણાવ્યુ હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here