દાહોદ જિલ્લાના સંજેલીની અભિનંદન મા. અને ઉ.મા. શાળામાં ધો. ૧૦ અને ૧૨ નો વિદાય સમારંભ યોજાયો

0
250

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ અભિનંદન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલ માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. રવિવારના દિવસે શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ભેગા મળીને સરસ્વતી માતાની પૂજન વિધિ કરી, તેમ જ વિદ્યાર્થીઓએ જાતે ભોજન બનાવી ગુરૂજનો સાથે જમ્યા હતા. ભોજન બાદ સૌ વિદ્યાર્થીઓને શાળામાંથી વિદાય આપવામાં આવી હતી. આમ પ્રતિ વર્ષની જેમ વિદ્યાર્થીઓએ શાળામાં સરસ્વતી પૂજન બાદ  ભોજન બનાવી શાળામાં જમી વિદાય લીધી હતી. શાળાના આચાર્ય શ્રી રતનસિંહ બારીઆ  દ્વારા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here