દાહોદ જિલ્લાના સંજેલીની તાલુકા કુમાર પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન

0
118

દાહોદ જિલ્લાના સંજેલી મુખ્ય મથક સંજેલીની તાલુકા કુમાર પ્રાથમિક શાળામાં તા.૦૩/૦૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન CRC સુરેશભાઈ નિનામા દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકા કુમાર પ્રાથમિક શાળાના કુલ 351 જેટલા વિદ્યાર્થી ઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં લાંબી કૂદ, ૧૦૦ મી. દોડ, ખો-ખો, કબડ્ડી તથા લીબું ચમચી જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ જોશભેર ભાગ લીધો હતો. આ સમગ્ર રમતોત્સવ કાર્યક્રમનું સંચાલન રમતગમતના શિક્ષક નરેશભાઈ પટેલ તથા મુકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here