દાહોદ જિલ્લાના સંજેલીમાં કન્યા વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનીને ચક્કર આવતા 108 બોલાવી પડી 

0
43
પ્રિય ગ્રાહક, રાહુલ હોન્ડાની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર BS4 CD110 ઉપર ₹. 5000/-સુધીની છૂટ. ઓફર માત્ર સ્ટોક છે ત્યાં સુધી.
સંપર્ક : – 9426504040, 9925321762
વિદ્યાર્થીનીને 108માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ 
સંજેલી ખાતે આવેલી કન્યા વિદ્યાલયમાં ધો.10 મા ઇંગ્લિશના પેપર દરમિયાન ચાલુ પરીક્ષાએ જ વર્ગખંડમાં વિદ્યાર્થીનીને ચક્કર આવતા 108 બોલાવી પડી હતી. 108 એમ્બ્યુલન્સ આવતાં જ પરીક્ષાર્થીઓ તેમજ વાલીઓમાં ગભરાહટ ફેલાઇ ગયો હતો.
સંજેલી ખાતે આવેલી કન્યા વિદ્યાલયમાં તા.૧૬/૦૩/૨૦૨૦ ને સોમવારના રોજ ધોરણ – ૧૦ મા ઈંગ્લીશના પેપરમાં બ્લોક નંબર 27 માં પેપર શરૂ થતાં 90 મિનિટ જેટલા સમયમાં જ ચાલુ પરીક્ષાએ અચાનક ઇટાડી ગામની દુધેશ્વરીબેન દિલીપભાઇ નિનામાને અચાનક ચક્કર આવતા 108 એમ્બ્યુલન્સ ને મદદ માટે બોલાવી પડી હતી. વિદ્યાર્થિનીનો પરીક્ષાનો સમય ના બગડે તેને ધ્યાને લઇ RBSK ના તબીબે 108 મા જ વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર આપી હતી. તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીના વાલીને જાણ થતાં આરોગ્ય કેન્દ્રમાં ધસી આવ્યા હતા, જ્યાં તેને સારવાર આપ્યા બાદ તબિયત સારી લાગતાં ફરી વાલી દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા પરત મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here