દાહોદ જિલ્લાના સંજેલીમાં નવી વસાહતમાં વિધવા બાઇના મકાનની દિવાલ ધરાશાયી થતા દોડધામ, મોટી જાનહાની ટળી 

0
466
 SMIT DESAI –– SANJELI
ચોમાસું અંતિમ વિદાય લેતા લેતા સંજેલીના નવી વસાહતમા આવેલી એક વિધવા બાઇના મકાનની દિવાલો શનિવારના વહેલી પરોઢે અચાનક ધરાશાયી થતાં સ્થાનિક લોકો અને ઘરમાં રહેતા પરિવારોના લોકોમાં ઘભરાટ પેદા થઈ ગઈ હતી, ત્યારે આસપાસના લોકો દોડી આવતા પરિવારને કોઈ જાનહાની થઈ ન હતી.
ગુજરાતભરમાં પ્રધાનમંત્રી આવાસો ગરીબ પરિવારને કાચા મકાનમાંથી પાકુ મકાન બનાવી પોતાનું જીવન ગુજારે અને સુખમય રહે તે માટે આવાસોની ફાળવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંજેલી તાલુકામાં કેટલાક કાચા મકાનો ધરાવતા પરિવારો હાલ પણ આવાસથી વંચિત રહ્યા છે, ત્યારે સંજેલી તાલુકામાં કાચા મકાનો ધરાવતા ગરીબ પરિવારોને આવાસોની ફાળવણી ક્યારે કરવામાં આવે તેવી ચર્ચા લોકમુખે વહેતી થઈ છે. હાલમાં સંજેલી તાલુકામાં કેટલાક કાચા મકાનો પડી રહ્યા છે. સંજેલી તાલુકા મથકે નવી વસાહતમાં એક વિધવા બાઇનું મકાન પડી જતાં મોટી જાનહાની ટળી હતી. ત્યારે વિધવા બાઇ દ્વારા આવાસ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તેમને આવાસ ફાળવવામાં આવતું નથી.
હુ વિધવા બાઇ છું અને સંજેલીમાં નવી વસાહતમાં મારા પરિવાર સાથે મારું ગુજરાન ચલાવું છું. મારું કાચું મકાન છે અને તે પણ સરકાર તરફથી મારા પરિવારને સહાયમાં વર્ષો પહેલાં મળ્યું હતું. આજે સવારમાં મારા મકાનની દિવાલો ધરાશાયી થઇ છે. પ્રધાનમંત્રી આવાસ મેળવવા માટે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આવાસ ફાળવવામાં આવતું નથી, આજ રોજ દીવાલ પડી જતા પંચાયતમાં જાણ કરવામાં આવી છે. નામે : સઈદાબીબી બેલીમ, રહે. નવી વસાહત, સંજેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here