દાહોદ જિલ્લાના સંજેલીમાં પ્રધાનમંત્રી આવાસ બનાવ્યા વગર જ નાણાં ચૂકવી દેવાયા ? બાંધકામ કર્યા વિના જ નાણાં ચૂકવ્યાનું તંત્રને ધ્યાને આવ્યું. જિયો ટેકિંગ સાચું કે ખોટું ?

0
180
દાહોદ જિલ્લા કક્ષાએથી મળેલી માહિતી મુજબ સંજેલી તાલુકા મથકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોદકામ કર્યા વગર જ નાણાં ચૂકવ્યા હોવાની માહિતી મળતા તે બાબતની સંબંધિત કર્મચારીને પૂછતા જાણવા મળ્યું હતું કે માત્ર 6 થી 7 જેટલા લાભાર્થીઓને જ બાંધકામ શરૂ કર્યા વિના નાણાં ચૂકવવામાં આવ્યા છે. જેની વાત તાલુકામાં પ્રસરતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લા કક્ષાએથી મળતી માહિતી મુજબ સંજેલી તાલુકા મથકે આવાસોનું બાંધકામ શરૂ થયા વિના જ નાણાં ચૂકવવામાં આવે છે. તાલુકાના જાગૃત આગેવાનો દ્વારા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી કે સંજેલી તાલુકામાં આવાસ બાંધકામમાં વચેટિયા દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે છતાં પણ મોટા પાયે આવાસોમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. માલેતુજારોને આવાસો ફાળવવામાં આવ્યા છે ત્યારે આવાસોનું બાંધકામ કરો કે ના કરો, ચા પાણી હપ્તાની ટકાવારી લઇને અન્ય જગ્યાએ જિયો ટેકિંગ કરી નાણાં ચૂકવવામાં આવી રહ્યા છે. તાલુકામાં અન્ય જગ્યાએ થતાં કામોના ફોટા પાડી પોતાનું આવાસ બાંધકામમાં બતાવવામાં આવી રહ્યું છે. સરકારના જિયો ટેકિંગને પણ સાઈટ પર મૂકી મોટાપાયે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સંજેલી તાલુકામાં ચૂકવવામાં આવેલા આવાસોના લોકેશનની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. તેમજ સ્થળ પર થયેલા કામો અને લાભાર્થીએ રજૂ કરેલા ફોટા અને જિયો ચેકિંગની ફોટાની સરખામણી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે. જો સંજેલી તાલુકા મથકે 6 થી 7 લાભાર્થીને આવાસ બાંધકામ વગર હપ્તાવાર નાણાં ચુકવણી કરવામાં આવ્યા હોય તો તાલુકામાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે તેની તપાસ થાય તે જરૂરી છે, ત્યારે સંજેલી તાલુકાના ગરીબો હજી પણ ઝૂંપડામાં જ વસી રહ્યા છે ત્યારે જિલ્લા તેમજ ઉચ્ચ કક્ષાએથી સંજેલી તાલુકાના આવાસોની રૂબરૂ મુલાકાત કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર નીકળે તેમ છે.
  • પાયા ખોદવાથી લઇ મકાનનું બાંધકામ સુધીની જિયો ટેકિંગ કરી ત્રણ તબક્કામાં નાણાં ચૂકવવાની જોગવાઇ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છે. પ્રથમ રૂપિયા 30,000/- નો હપ્તો એડવાન્સ આપવામાં આવે છે. જે બાદ પાયો ખોદકામનો  જિયો ટેકિંગ કરવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો લિંટર લેવલનું કામ પૂર્ણ થતાં જિયો ટેકિંગ કરી રૂપિયા 50000/- હજારનો હપ્તો ચૂકવવામાં આવે છે. ત્યારે મકાન પૂર્ણ થયા બાદ જીયો ટેકિંગ કરી રૂપિયા 40000/- હજારનો હપ્તો ચૂકવવામાં આવે છે. આમ કુલ ત્રણ તબક્કામાં કુલ રૂપિયા 120000/- ના હપ્તા ચૂકવવામાં આવે છે. છતાં પણ આટલી મોટી ગંભીરતા કઈ રીતે દાખવવામાં આવી. મકાન બનાવવામાં ન આવ્યું હોવા છતાં પણ ત્રણ તબક્કામાં કઈ રીતે નાણાં ચૂકવવામાં આવ્યા ?
  • જે તે જગ્યાએ સરકારી કામો થાય છે, બોર, મોટર, આવાસો, અન્ય મકાનોના ફોટા પાડી આ કામ થયું છે.  તેવા અન્ય જગ્યાના ફોટા પાડી આ કામ થયું છે. તેવા ડુપ્લીકેટ ફોટો મૂકી દેવામાં આવે છે. ખરેખર જે તે ફોટા અને જે તે લોકેશનની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. સ્થળ પર થયેલા કામ અને લાભાર્થીઓએ રજુ કરેલા ફોટા અને જિયો ટેગિંગથી પાડેલા પોતાની સરખામણી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે.
Version > > P.M.A.Y અ.મ.ઇ. જે.એચ.ભોઈ > >સંજેલીમાં જિયો ટેકિંગ કરનાર અ.મ.ઇ. જોડે  ટેલિફોનિક વાતચીત થતા જણાવ્યું હતું કે અમે કોઈ વચેટિયા રાખેલ નથી તેમજ સંજેલીમાં છ થી સાત જેટલા લાભાર્થીઓને બાંધકામ કર્યા વિના જ નાણાં ચૂકવવામાં આવ્યા છે. વધારે કોઈ લાભાર્થીને આવાસના લાભાર્થીને નાણાં ચૂકવવામાં આવ્યા નથી. જે કઈ રીતે ચૂકવાયા તે જોવું પડશે. અંદાજે કહું છું કે છ થી સાત જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને બાંધકામ વગર નાણાં ચૂકવવામાં આવ્યા છે.
Version > >  I.R.D. P.M.A.Y. વિસ્તરણ અધિકારી મુકેશ કોળી > > સંજેલીમાં લગભગ સિત્તેર જેટલા S.T., S.C.એસ.ટીએસસી આવાસો ફાળવવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ આવ્યા પછી ઓનલાઇન કરી જિયો ટેગિંગ કરવામાં આવે છે જે દાહોદ ખાતે મોકલવામાં આવે છે સંજેલીમાં જીએસ અને અ.મ.ઇ. દ્વારા જિયો ટેગિંગ કરવામાં આવે છે કેટલાક લાભાર્થીને આવાસનું બાંધકામ થયા વિના જ નાણાં ચૂકવવામાં આવ્યા છે તે જિયો ટેકિંગ કરે તેમને જ ખબર પડે મને બહાર નીકળવા મળે તો ખબર પડે બાંધકામ કર્યા વિના નાણાં ન ચૂકવાય TDO ને વાત કરી ફોટા પાડે છે તેમની તપાસ કરાવવાની જાણ કરું છું મેં પણ વચ્ચે થોડુંક આવું જાણ્યું હતું એટલે આવાસોના ફોટા પાડવાનું બંધ કરાવ્યું હતું વચેટીયા દ્વારા ઉઘરાણું થાય છે મેં પણ ઘણું જાણેલું છે પરંતુ મારો હાથ લાંબો નથી તો મારે કોને કહેવું એમ છે સંજેલીમાં આટલા આવાસો ફાળવવામાં આવ્યા છે પરંતુ હજુ કોઈ મને રૂપિયો પણ આપ્યો નથી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here