દાહોદ જિલ્લાના સંજેલીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં S.S.C. બોર્ડની ધો. – ૧૦ ની પરીક્ષા યોજાઈ

0
136
SSC બોર્ડની ધોરણ – ૧૦ ની પરીક્ષા શરૂ થતાં મુર્હતમાં જ પહેલુ પેપર સહેલુ નિકલતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રથમ દિવસે કુલ 1698 વિદ્યાર્થીઓમાંથી 1635 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને 63 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષા લઈને સંજેલી તાલુકામાં શાંતિ પૂર્ણ રીતે વિદ્યાર્થીઓએ ધોરણ – ૧૦ની પરીક્ષા આપી. સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ 1635 વિદ્યાર્થીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ ૦૫/૦૩/૨૦૨૦ ને ગુરુવારના રોજ થી ધોરણ – ૧૦ ની પરીક્ષા શરૂ થઇ. ત્યારે વિદ્યાર્થીઓને તિલક કરી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ સાથે વિદ્યાર્થીઓને ગેટમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મુર્હતમાં જ ગુજરાતીનું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં બહાર નીકળતા જોવા મળ્યા હતા. સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ  સંજેલી ડૉ.શિલ્પન આર જોષી મેમોરિયલ સ્કૂલ, કિરણ વિદ્યાલય, કન્યા વિદ્યાલય, અભિનંદન માધ્યમિક શાળા કેન્દ્રો પર ધોરણ – ૧૦ની પરીક્ષામા કુલ 1698  વિદ્યાર્થીઓમાંથી 1635 વિદ્યાર્થીઓએ શાંતિ પૂર્ણ તથા સીસીટીવી ની બાજ નજર હેઠાણ ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે જ 63 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here