દાહોદ જિલ્લાના સંજેલીમાં હોળી અને લગ્નસરાની સિઝનમાં કરિયાણા તેમજ છૂટક દુકાનમા હલકી ગુણવત્તા વાળો માલ વેચતો હોવાની શંકા

0
220

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક તરફ લગ્નસરાની સીઝન શરૂ થઈ છે, તો બીજી તરફ હોળીના તહેવાર લઈ ખાણીપીણી તેમજ જીવન જરૂરીયાતની કેટલી ચીજ વસ્તુઓ જેમ કે તેલ, ઘી, મસાલાના પેકેટો તેમજ ઇસ્ટન્ટ મસાલા પેકેટો બજારમાં મળે છે. જેમાં કેટલા વેપારીઓ હલકી ગુણવત્તાનો માલ વેચીને વધુ નફો રળી ખાવાનો કીમિયો અજમાવતા હોય છે. સંજેલી તાલુકામાં કેટલી કરિયાણાની દુકાનોમાં તેમજ હોલસેલ વેપારીઓ બનાવટી હલકી રતલામી સેવ, નમકીન ચેવડો, ગાંઠિયા જેવી ચીજ વસ્તુઓ ગામડાના લોકોને બિન્દાસ્ત રીતે પધરાવતા હોય છે. જયારે કેટલા વેપારીઓ લગ્નસરાની સીજનને લઇ સીંગતેલના બદલે ભેળસેળવાળું તેલ તેમજ ચોખ્ખા ઘીના બદલે ભેળસેળીયું ઘી વેંચતા હોય છે. આવા કિસ્સાઓને લઈને દાહોદ જિલ્લાનું ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ દ્વારા સંજેલી તાલુકામાં કડક હાથે ચેકીંગ કરવામાં આવી રહીયુ છે તેમ છતાં સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અધિકારીઓ સંજેલી પોલીસ અધિકારીઓ ને કે સ્થાનિક પત્રકારોને પણ જાણ કરતા નથી. અત્યાર સુધી કેટલા કેસ થયા તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કારણકે સંજેલી તાલુકામાં બીજો રાઉન્ડ હોવા છતાં પણ હલકી ચીજ વસ્તુઓ બજારમાં હોલસેલ વેપારીઓની દુકાનોમાં આજે પણ મોટા જથ્થાબંધ મળતી હોય છે, ત્યારે આવા ચેકીંગોનું શું મતલબ? શુ કોઈ મોટી તોડપાણી માટેની યોજના તો નથી ને? તેવું જાગૃત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું આ ચેકીંગનું નાટક માત્ર હપ્તા બાજી અને હોળીની ગોટ માટે ઉઘરાવવાનું સ્ટન્ટ તો નથીને? એવું સંજેલી નગરમાં લોકમુખે ચર્ચાઈ રહીયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here