દાહોદ જિલ્લાના સંજેલીમાં રજવાડી પરંપરા મુજબ સમગ્ર નગરમાં એક જ હોળી પ્રગટાવવામાં આવે છે

0
186

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રજવાડા સમયની પરંપરા મુજબ ફાગણ સુદ પૂનમ ને દિવસે હોળી ફળિયા ઝાલોદ રોડ ઉપર સમગ્ર સંજેલી નગરમાં માત્ર એક જ હોળી પ્રગટાવામાં આવે છે. જુના સ્ટેટ સમયના મહારાજની દરેક સમાજને એક એવી પણ શીખ હતી કે નગરજનો જો એક જ જગ્યાએ આવા ધાર્મિક કાર્યક્રમો ઉજવે તો જંગલની માવજત થાય, લાકડાની પણ બચત થાય અને ધાર્મિક તહેવારોમાં ગામના લોકો એક જ જગ્યાએ ભેગા મળીને ઉજવે તો તેનો અનેરો આનંદ પણ લોકોમાં જોવા મળતો હોય છે.

તેથી જ આખા સંજેલી નગરમાં એક માત્ર હોળી પ્રગટાવામાં આવે છે. જેનો લાભ સમગ્ર સંજેલી નગરના લોકો આનંદ અને ઉત્સાહભેર લઈ રહ્યા છે. જે તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here