દાહોદ જિલ્લાના સંજેલીમા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ યાત્રાનું કરવામાં આવ્યું આયોજન 

0
193
  • સંજેલી તાલુકાના બીજેપી કાર્યકરોની ઉપસ્થિતિમાં નગરમાં સ્વચ્છતા અભિયાનની સાથે શપથ ગ્રહણ કરવામાં આવ્યા.
  • સાંસદ જશવંતસિહ ભાભોરની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું 
દાહોદ જિલ્લાના ધાનપુર ખાતેથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની “ગાંધી સંકલ્પ યાત્રા” પ્રસ્થાન કર્યા બાદ આજે તા.૦૭/૧૧/૨૦૧૯ ને ગુરુવારના દિવસે સંજેલી તાલુકા મથકે સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં આવી પહોંચી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર થી નીકળેલી સંકલ્પ યાત્રા ગુરુવારના રોજ સવારે 10 કલાકે સંજેલી બાયપાસ પર આવેલી કન્યા વિદ્યાલય ખાતે આવી પહોંચી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોર, મંત્રી બચુ ખાબડની આગેવાની હેઠળ “ગાંધી સંકલ્પ યાત્રા” શરૂ કરતાં પહેલાં સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. જે બાદ સંજેલી નગરમાં મુખ્ય રોડ પર પદયાત્રા ફરી બસ સ્ટેશન પર ગુરુગોવિંદ ચોકમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય રમેશભાઈ કટારા, શૈલેષ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, સુધીરભાઇ લાલપુરવાલા તેમજ સંજેલી ગામના સરપંચ કિરણભાઇ રાવત, તાલુકા સંગઠન મંત્રી જગુ બાપુ, કાર્યકર હારૂન જર્મન, જગદીશ પરમાર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ મિત્રો, ભાજપ કાર્યકરો, ગામના આગેવાનો, વડીલો તેમજ વેપારી મિત્રો તેમજ આગેવાન કાર્યકરો, મોટી સંખ્યામાં “ગાંધી સંકલ્પ યાત્રા” માં જોડાયા હતા. ગામડે ગામડે સફાઇ અભિયાન હાથ ધરાયા અને ગામડાઓ સ્વસ્થ રહે તે માટે શપથ લેવડાવ્યા હતા. “મહાત્મા ગાંધી કી જય”, “ભારત માતા કી જય” ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની150 મી જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ યાત્રા  બાદ  સંજેલી ખાતે આવેલી કન્યા વિદ્યાલય માંના પ્રમુખ સરદારસિંહ બારીયા, સંસદસભ્ય, ધારાસભ્ય, વનવિભાગના કર્મચારીઓ, કાર્યકરો, આગેવાનોની ઉપસ્થિતિ માં સંજેલી રાજવી પરિવારના માજી સરપંચ કાલિકાકુમાર ચૌહાણના હસ્તે કન્યા વિદ્યાલય કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here