દાહોદ જિલ્લાના સંજેલી ખાતે પ્રાથમિક શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન – ૨૦૧૯ યોજાયું 

0
227
 FARUK PATEL –SANJELI 
 NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
પ્રદર્શનમા ૪૯ કૃતિઓ ૧૮વકૃત્વ સ્પર્ધામા ૧૦૮ બાળકો અને ૬૩ શિક્ષકો માર્ગદર્શન માટે જોડાયા.
દાહોદ જિલ્લા કક્ષાનો પ્રાથમિક શાળાનો ડોક્ટર વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન સંજેલી યોજાયો હતો. તાલુકા કક્ષાએ એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ યોજાયેલા પ્રદર્શનમાં જિલ્લાની ૪૯ શાળાઓએ વિવિધ કૃતિઓ તૈયાર કરી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. ૧૮ જેટલી શાળાઓએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૬૩ શિક્ષકો માર્ગદર્શન માટે જોડાયા હતા. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષતામાં સંજેલી તાલુકા ખાતે આવેલી માધ્યમિક કન્યા વિદ્યાલયમાં આજે તા.૨૭/૦૯/૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
G.C.E.R.T. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દાહોદ અને જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત દાહોદ આયોજિત દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાનું જિલ્લા કક્ષાનું ડોક્ટર વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજીની પદ્ધતિ પ્રદર્શન સંજેલી તાલુકાની કન્યા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શુક્રવારના રોજ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારાસભ્ય રમેશભાઇ કટારા, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ મોહિન્દ્રાબેન રાઠોડ, ગુ.રા.પ્રા.શિક્ષક સંઘ સિનિયર મંત્રી રમેશ મછાર, પ્રાંત અધિકારી એસ.ડી.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એસ.જે.ભરવાડ, સંજેલી મામલતદાર વી.જી.રાઠોડ, તાલુકા પ્રમુખ શાંતાબેન પરમાર, શાળાના પ્રમુખ સરદારસિંહ બારિયા, BJP જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર, શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઇ કટારા, સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઇ સેલોત, મંત્રી રામુભાઇ ચારેલ, BRC મહેન્દ્રભાઇ બારીયા, CRC મિત્રો, શિક્ષણ વિભાગના હોદ્દેદારો, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો, અન્ય હોદ્દેદારો, શિક્ષકો, ભાઈઓ – બહેનો અને પ્રાથમિક શાળાના બાળકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા વિવિધ ટેક્નોલોજીથી દાહોદ જિલ્લો આગળ વધી રહ્યો છે. B.Sc., B.Ed., M.Sc. B.Ed., Ph.D. થયેલા HTAT શિક્ષકો પ્રાથમિક શાળામાં મળ્યા છે. પહેલા માત્ર PTC શિક્ષકો હતા, જેમાં થોડી જ્ઞાનની કમી હતી. હાલ  રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે HTAT શિક્ષકો આપ્યા છે. જેના કારણે આપણા બાળકો બોલતા થયા છે અને આવા પ્રદર્શન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આપણા દાહોદ જિલ્લાના કેટલાય બાળકો વૈજ્ઞાનિકો અને મોટી પોસ્ટ પર જાય તેવી પ્રગતિ થઇ રહ્યા છે.
જે બાદ  ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રદર્શનમાં ભાગ લઇ મોડલો તૈયાર કરેલ કૃતિઓની મુલાકાત લીધી હતી. જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન અને વ્યવસ્થા પણ કચરાનું વ્યવસ્થાપન પરિવહન અને પ્રત્યાયન, શૈક્ષણિક રમતો, ગાણિતિક નમુના, નિર્માણ, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પ્રદર્શન માટે મુકેલી વિવિધ કૃતિઓની મુલાકાત લીધી હતી.
દાહોદ જિલ્લાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન – ૨૦૧૯ નાં નિમંત્રણ પત્રિકામાં દાહોદના સંસદ સભ્યની બાદબાકી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here