દાહોદ જિલ્લાના સંજેલી ખાતે બાયપાસ રોડ પર લોડિંગ ટ્રક ધસાઈ ગઈ

0
182

દાહોદ જિલ્લા સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે આવેલ બાઇપાસ રોડ પર ટ્રક ધસાઇ, ચાલુ વર્ષના ચોમાસામાં વરસાદના કારણે ખાડા પડી ગયેલા અને રસ્તાની જરુરી મરામત ન થતા બાઇક ચાલકો અવાર નવાર આ ઉબડખાબડ રસ્તા  પડી જાય છે.

વધુમાં સંજેલી – સુલીયાતના બાયપાસ રોડની હાલત ઘણી જ ખરાબ છે. તેવી જ રીતે ઝાલોદ – ઇટાડી – ભાણપુર ક્રોસીંગ થી સીધો માંડલી – સુલીયાત – ગોધરા તરફ જતો બાયપાસ રોડ ચોમાસામાં વરસાદના કારણે ઉબડખાબડ બની ગયો છે. કેટલીક જગ્યાએ હાલમાં માત્ર તંત્ર તરફથી ખાડા વ્યવસ્થીત રીતે પુરવાના બદલે જીણી મેટલ કાંકરી નાખી દેવામાં આવતા નાના મોટા વાહાન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ ભંગાર રસ્તાને કારણે ભારદારી મોટા વાહનોના મોટા ટાયરો પણ ખાડામા ફસાઇ જતા ભારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે. ક્યારેક કયારેક આ રોડ પર બાઇક ચાલકો પણ પડી જતા હોય છે, ત્યારે સરકારી તંત્ર વ્યવસ્થીત રીતે રોડ પર પડી ગયેલા ખાડા પર ડામર કામ કરી પૅચ પુરવા માટે યોગ્ય ધ્યાન આપે તેવી વાહન ચાલકોની માંગ છે. આજ રીતે સંજેલી થી ગોઠીંબ તરફ જતા રસ્તા પર લવાર નજીકમાં અનેક જગ્યાએ ખાડા પડી ગયેલા છે. જયાં અવાર નવા૨ નાના મોટા અકસ્માત સર્જાય છે. જેમાં સ્કૂટી ચાલકો તેમજ બાઇક ચાલકો વારંવાર પડી જતા હોય છે. ભંગાર બની ગયેલા આ રોડ પર કામચલાઉ ડામર પાથરી પેચ પુરવા માટે વહેલી તકે ધ્યાન આપવામાં આવે તેવી માંગ લોકમાંગ ઉઠાવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here